શું હું પ્લગઇન ડિલીટ કરીશ ત્યારે મારા બધા પેજ ગુમાવી દઈશ?

દ્વારા લખાયેલ

માં

જ્યારે હું પ્લગઇન ડિલીટ કરીશ ત્યારે શું હું મારા બધા પેજ ગુમાવી બેસીશ?

ના, તમે નહીં ગુમાવો! તમારા બધા પેજ અને સામગ્રી હજુ પણ તમારી સાઇટમાં રહેશે. આનો અર્થ એ છે કે ફ્રી વર્ઝનમાંથી પ્રીમિયમ વર્ઝનમાં અપગ્રેડ કરતી વખતે, અથવા જ્યારે તમે ફક્ત બાબતોનું પરીક્ષણ કરી રહ્યાં હોવ ત્યારે તમે PBS ને સુરક્ષિત રીતે નિષ્ક્રિય (ડીએક્ટિવેટ) કરી શકો છો.

જો કે, બધું સરખું નહીં દેખાય. તમે જોશો કે તમારા પેજમાંની કેટલીક વસ્તુઓ બદલાઈ જશે કારણ કે PBS માં કેટલાક વધુ વિગતવાર ઘટકો માટે જરૂરી વધારાની શૈલીઓ (સ્ટાઇલ) અને સ્ક્રિપ્ટ્સ શામેલ છે.

જ્યારે તમે PBS નિષ્ક્રિય કરશો ત્યારે કેટલીક બાબતો એવી છે જે રહેશે:

  • ટેક્સ્ટ સ્ટાઇલિંગ્સ
  • પંક્તિઓ (રોઝ) અને કૉલમ્સ
  • બેકગ્રાઉન્ડ છબીઓ
  • ગોળાકાર છબીઓ

જ્યારે તમે PBS નિષ્ક્રિય કરશો ત્યારે કેટલીક બાબતો એવી છે જે દૂર થઈ જશે:

  • પંક્તિ અને કૉલમ રિસ્પોન્સિવનેસ (તે નાની સ્ક્રીનમાં એટલા સરસ નહીં દેખાય)
  • પેરાલેક્સ બેકગ્રાઉન્ડ્સ અને અન્ય બેકગ્રાઉન્ડ અસરો
  • શેડોઝ
  • કેરોયુઝલ